12.3.10

જેકસન બ્રાઉનની યાદ રાખવા જેવી વાતો

 જેકસન બ્રાઉનની
 યાદ રાખવા જેવી વાતો
 
* 'કેમ છો " કહેવાની પહેલ દર વખતે આપણે કરવી જોઇએ.
* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે વંચાય.
* મહેણું ક્યારેય મારો.
* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
*
જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
*
કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે એવું માનીને ચાલવું નહીં.
* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
* જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.
*
ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો

8.3.10

"શબ્દો થી નહીં ચુકવી શકું તમારું ઋણ "




હજુ થોડા દિવસ પહેલાં જ "મારું મૌન એ જ મારી ભાષા " કવિતા બ્લોગપર મુકી ત્યારે કલ્પના પણ ન હતી કે થોડા જ દિવસોમાં એવી વિભૂતિના અવસાનના સમાચાર સાંભળવા પડશે જેના માટે આ કવિતા અક્ષરસઃ લાગુ પડે છે. અમારા સંસ્કૃતના શિક્ષક શ્રી પાંડે સાહેબ ના અવસાન-સમાચાર સાંભળીને એમ જ કહેવાનું મન થયું કે

" શબ્દો થી નહીં ચુકવી શકું તમારું  ઋણ ."
માતૃભાષા ગુજરાતી સામે આજે જ્યારે પ્ર્શ્નાર્થ છે ત્યારે સંસ્કૃત ને વ્હાલ કરી શકાય , એનો આનંદ માણી શકાય એવો લ્હાવો અમને પાંડે સાહેબના વિદ્યાર્થી હોવાને કારણે જ મળ્યો છે. હિંદુ સંસ્કૃતિના ઘરેણારુપ સંસ્કૃત શ્લોકો, પ્રાર્થનાઓ, સ્તોત્ર અને પાઠ સમજીને, ભાવપૂર્વક બોલવાના થાય ત્યારે પાંડેસાહેબ અચુકપણે યાદ આવે.  કોઇ નવો શ્લોક કે મંત્ર સાંભળવા મળે અને અર્થ ના લખ્યો હોય તો ય એને સમજી શક્યા એવું લાગે ત્યારે એ અતિ શિસ્તપ્રેમી ,   શ્વેતકેશી ગુરુજી  પ્રસન્નતા પૂર્વક મંદમંદ સ્મિત કરતા  હોય એમ લાગે.
શિવમહિમ્ન સ્તોત્ર જેવા પાઠમાં અઘરા - અઘરા ઉચ્ચારો સાચી રીતે બોલાય ત્યારે,  કે કોઇ જોડાયેલા શબ્દને બોલવાની સરળતા ખાતર સંધિથી છુટો પાડતાં હોઇએ ત્યારે, સપ્તમિ કે સષ્ઠિ ન્ક્કી કરતા હોઇએ ત્યારે એ દેવવાણીને વરેલા મહર્ષિનું સ્મરણ તો થાય જ. ....

વિધ્યાનું  દાન કરનાર ગુરુઓને આ તે કેવું મોટુ વરદાન મળે છે!
વૈજ્ઞાનિકો , કલાકારો અને શિક્ષકો - કદી લુપ્ત થતા નથી.
એમના આવિષ્કારો, એમની કૃતિઓ અને એમણે આપેલી વિધ્યા જ્યાં સુધી ટ્કે છે ત્યાં સુધી એ અમરત્વને વરેલા રહે છે.

બિછડે સભી બારી બારી ના નિયમે છુટા પડતા જવાનુ તો નક્કી જ છે. પણ એક શિક્ષક એના વિદ્યાર્થીના જ્ઞાનમાં , એની સમજણમાં હંમેશા ધબકતો રહે છે.

એટ્લે જ્યાં સુધી મારા તમારા આપણા અને આપણી પછીની પેઢી - કે જેને આપને આપણા ગુરુજી પાસેથી પામેલા જ્ઞાનની મદદથી સંસ્કૃત્મા છબ્છબીયા કરતા શિખવાડીશું, - ના મુખેથી એ મધુર શ્લોકો વહેતા રહેશે, એ ડહાપણ  ભરેલા સુભાષિતો  યાદ થતા રહેશે, ત્યાં સુધી એ શ્વેતકેશી  ગુરુવર્ય શેષ થવાના નથી એ નક્કી.

લાગે છે કે ઇશ્વરને પણ શીઘ્રલુપ્ત થૈ રહેલી દેવ ભાષા  બચાવવામાં રસ પડ્યો છે.

અને એ માટે આપણા આ ભેખધારી ગુરુજી થી વધુ સારો પ્રચારક કોણ મળવાનો હતો ભલા?

એટલે,  આપણાજ પાંડેસાહેબ, નવા વેશમા નવા દેહમા આપણી   વચ્ચે પાછા તો ફરવાના જ છે... આપણા   છોકરાવને ય સંસ્કૃતના પ્રેમમાં તો પાડવા પડશે ને ભલા.......


મારું મૌન એ જ મારી ભાષા

તમારા વખાણ ધીમા સ્વરે કરવા બદલ મને માફ કરજો
પરંતુ તમારા માટેનું માન જ
મારી પાસે માંગે છે
વધારે પડતું બોલવાની આવી અનિચ્છા.
કારણ
હાથ ઉપર હાથ મુકાય છે ત્યાં ઉતરે છે મૌન .

માફ કરજો કે મારા શબ્દો આવે છે પાતળા અને ધીમા.
પરંતુ વાચાળતા માટેનો આ ના હોઈ શકે સમય
કારણકે જીવને શાતા થાય છે એની સાથે જ
અવતરે છે મૌન.

આપણે ઓછું જાણીએ છીએ એ જ બોલીએ છીએ.
અને મને ખબર છે કે મારું પ્રેમપાત્ર મને ઓળખે છે.
તમારી પૂર્ણતા મને કરે છે મુક્ત.

તમે મારી વાચાળતાને લઇ લીધી છે મારા ડરની સાથે.

માફ કરજો કે હું અહીં ઉભો છું મૂંગો,
પણ
શબ્દોથી નહિ ચૂકવી શકું તમારું ઋણ.