19.3.12

6 Steps to Controlling Your Facebook Privacy

jonloomer


Facebook is regularly scrutinized regarding privacy.
The truth is, though, that we all have a great deal of control over what we share and with whom.
The problem, of course, is that many simply refuse
to follow some simple steps to staying protected.

All too often lately, I am seeing photos of non-friends
that I’m sure those people don’t want me to see.
However, they have their privacy for those photos on
“Friends of Friends”
so when my friend comments on them,
I see them. It’s easy to change.

 Use 
These suggestions  as a guide.
You may be more or less private,
so feel free to adjust accordingly.

clck here to read full article...... 

ઘડપણ એક સૌગાદ

A gift, called, Old Age

[ આ લખનાર મહિલા છે એ સિવાય અન્ય કોઇ માહિતી  ઉપલબ્ધ નથી ]





મને ખાતરી થઇ છે કે
ઘડપણ એક સૌગાદ છે..

જિંદગીમાં પહેલી વાર એવું લાગે છે કે
હંમેશા જેવી બનવાની ઈચ્છા હતી 
 એવી વ્યક્તિ  હું  હવે  બની છું  !  



હા, ક્યારેક મને
મારૂં શરીર , મારી કરચલીઓ , મારી આંખો જોઈને નિરાશા થાય છે. 
મારા આયનામાં રહેતો પેલો  ( બિલકુલ મારા પપ્પા જેવો લાગતો  !)
ઘરડા માણસ  જોઈને મને ઘણી વખત આંચકો લાગે છે ! 
પણ એ અકળામણ લાંબી ચાલતી નથી ...

મારાં અનન્ય મિત્રો , રોમાંચક જિંદગી અને પ્રેમાળ કુટુંબ ની સરખામણીમાં;
ઓછા વ્હાઈટ વાળ કે ફાંદ વગરનું પેટ મને ઓછા આકર્ષક લાગે છે !

ઉમર વધતી ગઈ છે તેમ તેમ ,
હું મારી જાત સાથે વધુ ઉદાર બનતો ગયો છું,
અને હવે બહુ ઓછી વખત એનો ટીકાકાર હોઉં છું.

હવે હું મારો પોતાનો શ્રેષ્ઠ મિત્ર બની ગયો છું.
એક વધારાનું બિસ્કીટ ખાઈ લઉં ત્યારે,
કે મારી પથારી વ્યવસ્થિત તૈયાર ના કરૂં ત્યારે,
કે ઘરની બહાર મુકવા પેલો એકદમ ક્રિએટીવ, સિમેન્ટની બનેલો પોઠીયો લઇ આવું ત્યારે ય (! )
હું મારી જાત પર ગુસ્સે થતો નથી.
ઉજવણીનો મને અધિકાર છે.
અવ્યવસ્થિતતાનો અને વેડફાટ નો પણ .

વ્હાઇટ વાળ સાથે આવતી મોટી આઝાદીને સમજી શકે
એ પહેલાં જ મારાં ઘણાં મિત્રોને મેં આ દુનિયામાંથી અકાળે - અચાનક વિદાય લેતાં જોયા છે.




પરોઢ ના ચાર વાગ્યા સુધી હું કમ્પ્યુટર પર બેઠો રહું
કે કંઈ વાંચતો રહું એમાં કોઈનું કશું લુંટાઈ જવાનું નથી.
હવે પચાસ ના કે સાઠ ના દાયકાની મસ્ત તરજો સાંભળતા સાંભળતા
નાચવાનું મન થશે તો હું નાચી લઈશ...
અને એ સાંભળતા સાંભળતા કોઇ યાદ આવી જશે તો રડી પણ લઈશ.

મારા શરીર પર (ભલે લબડતો હોય એવો) સ્વિમ-સૂટ પહેરીને
હું દરિયા કિનારે ચાલીશ
અને મન થશે તો દરિયાની લહેરોમાં બિન્ધાસ્ત ડૂબકી પણ મારી લઈશ.
ભલેને પોતની જાતને ધનકુબેર માનતા લોકો મારી તરફ દયામણી નજરે જોઈ રહે...
એ લોકો પણ એક દિવસ બૂઢઢા થવાના જ છે !

મને ખબર છે હું થોડો ભૂલકણો થઈ ગયો છું !
પણ આમ જુઓ તો જિંદગી ની ઘણી બાબતો ભૂલી જવામાં જ મઝા છે !
અને યાદ રાખવી જ પડે એવી વાતો હું યાદ રાખું જ છું !

કબૂલ, જિંદગીમાં ઘણી વાર મારૂં દિલ તૂટ્યું છે.
તમારૂં પ્રિયજન ગુમાવી દો ત્યારે,
કોઇ બાળકને પીડાતું જુઓ ત્યારે,
કે પછી કોઈના વ્હાલસોયા શ્વાનને કાર ટક્કર મારી દે
ત્યારે દિલને ધક્કો તો લાગે જ ને ?
પણ હ્રદય પરના આવા આઘાતો જ આપણને શક્તિ , સમજણ અને સહાનુભૂતિ આપે છે.

કદી ઘવાયું ના હોય એવું હ્રદય તો વપરાયા વગરનું, ખામીભરેલું હ્રદય કહેવાય ! 
અપૂર્ણ હોવાનો આનંદ શું છે એ એને કદી ખબર નહિ પડે ...

જિંદગી એટલી લાંબી મળે કે તમે તમારા વાળ સોનેરી થતાં જુઓ તો તમારી જાતને ભાગ્યશાળી માનજો ! 

તમારા યૌવનસભર અટ્ટહાસ્યોને તમારા ચહેરા પરની કરચલીઓમાં હંમેશને માટે અંકિત થવા દેજો. 



ઉમર વધતી જાય એમ જિંદગી પ્રત્યે વધુ ને વધુ હકારાત્મક થવું સહેલું થઇ પડે છે.
બીજા શું વિચારશે એની ફિકર ઓછી થતી જાય છે...
તમે હવે ક્યારેય તમને પોતાને આરોપીના પીંજરામાં પુરતાં નથી.
 ખોટા હોવાનો પણ તમને અધિકાર મળે છે !

એટલે સાચું કહું તો ઘરડાં થવું મને ગમે છે.
એણે મને મુક્ત કર્યો છે.
એક વ્યક્તિ તરીકે હું મને બહુ પસંદ કરૂં છું !
મને ખબર છે હું અમરપટો લખાવીને આવ્યો નથી.
પણ છું ત્યાં સુધી,
શું થઇ શક્યું હોત કે શું થશે એની ચિંતા કરવામાં મારો સમય જરાય નહીં વેડફું.  

અને હા, જો મન થશે તો દરરોજ આઇસ્ક્રીમ ખાઇશ !

18.3.12

રસ્તા વચ્ચે વાંદરું [બુધવારની બપોરે - અશોક દવે ]





રોડ બ્લૉક કરીને ભણેલા-ગણેલા મા-બાપો વચ્ચે ઊભા રહી ગયા હતા.
હજી નામની શહેનશાહીને કારણે મને જરી અભિમાન ખરું કે, રથ લઈને રાજા અશોક નીકળી રહ્યા છે, તો પ્રજા અદબપૂર્વક ખસીને  મારગડો મોકળો કરી આપે. પણ હવે ક્યાં પહેલા જેવા માનમોભા રહ્યા છે ?

પહેલા જેવા રાજા-મહારાજાઓ તો આ રહ્યા... ઠેબે ચડે છે, પણ હવે પહેલા જેવી પ્રજા ક્યાં થાય છે ? :-)
આખો લેખ શ્રી અશોક દવે ના બ્લોગ  પર વાંચવા અહીં ક્લિક કરો.



14.3.12

મા-બાપ ઇરેઝર જેવા હોય છે !





પેન્સિલ :
મને એ જોઈને બહુ દુખ થાય છે કે મારે લીધે તારે વેઠવું પડે છે. 
જયારે-જયારે હું કોઇ ભૂલ કરૂં ,
ત્યારે એ ભૂલને મિટાવી દેવા તું હમેશા હાજર થઇ જાય છે.
પણ...
મારી હરેક ભૂલ મીટાવતી વખતે તું તારા અસ્તિત્વનો નાનકડો ભાગ ગુમાવતો જાય છે...
તું દિવસે ને દિવસે ઘસાતો જાય છે...

ઇરેઝર :
વાત તો તારી સાચી છે,
પણ સાચું કહું,
મને એની જરાય પરવા નથી.
કારણ કે મારૂં કામ જ આ છે.
જયારે જયારે તારાથી કોઇ ભૂલ થાય
ત્યારે તને મદદરૂપ થવું એ જ મારા જીવન નો હેતુ છે.
મને ખબર છે કે આમ કરતાં -કરતાં હું ખલાસ થઇ જઈશ
અને તું મારે સ્થાને નવું ઇરેઝર લઇ આવીશ,
પણ હું મારા કામ થી ખુશ છું.
એટલે તું ફિકર કર મા.
તને ચિંતાતુર જોવો મને જરાય પસંદ નથી !
................


હવે આ સંવાદને
સંતાન અને મા-બાપ વચ્ચેના સંવાદ તરીકે ફરીથી વાંચો
એટલે તમને સમજાશે કે એમાં કેવી અદભુત વાત કહેવાઇ છે!

દરેક મા-બાપ એમના સંતાનો માટે ઇરેઝર જેવા હોય છે.

એમના બાળકો માટે એ હમેશા તત્પર રહે છે ,
એમની ભૂલો , એમની તકલીફોને જલ્દીથી મિટાવી દેવા માટે...
એમ કરતાં-કરતાં એ લોકો ધીમે ધીમે ઘસાતા જાય છે,
ઘરડાં થતાં જાય છે,
અને કાળક્રમે એમના બાળકોની દુનિયામાંથી વિદાય લે છે..
એમનું બાળક
એક નવું ઇરેઝર - એની જીવનસાથી ! - 
શોધી લે છે,
છતાંય મા-બાપ તો પોતાના બાળક માટે પોતે જે કંઈ કરી શકે છે એનાથી
અને પોતાનું બાળક ખુશ છે એ વાત થી ખુશ રહે છે...
પોતાના બાળકને ચિંતાતુર જોવો એમને જરાય પસંદ નથી !

આખી જિંદગી, હું પેન્સિલ જ રહ્યો છું.
અને એટલે આજે જ્યારે મારા ઈરેઝરને,
મારાં મા-બાપને,
દિન-પ્રતિદિન ક્ષીણ થતાં જોઉં છું
ત્યારે વ્યથિત થઇ જાઉં છું,
કારણ કે મને ખબર છે
કે એક દિવસ મારી પાસે બાકી બચશે
મારી પાસે જે હતું (હતાં),
એની ફક્ત સ્મૃતિઓ. ...


" આપણે ખુદ મા-બાપ ના થઈએ
ત્યાં સુધી આપણને ખ્યાલ આવતો નથી
કે આપણા મા-બાપ આપણને કેટલો બધો પ્રેમ કરતાં હતાં !"




12.3.12

મૃત્યુ-ખંડેરીયા


મૃત્યુ- વિવેક મનહર ટેલર


एक बौछार था वो - जगजीत के लिए गुलज़ार ....


"गुलज़ार साब की नज़म - जगजीतसिंह के नाम


एक बौछार था वो ....


एक बौछार था वो सख्श बिना बरसे
किसी अब्र की सहमी सी नमी से भिगो देता था ...


एक बौछार ही था वो..... 
जो कभी धुप की अफशां भर के
दूर तक सुनते हुए चेहरों पर छिड़क देता था
नीम तारीक सी होल में आँखें चमक उठती थीं


सर हिलाता था कभी झूम के टहनी की तरह
लगता था जोंका हवा का था कोई छेड़ गया है ...


गुनगुनाता था तो खुलते हुए बादल की तरह
मुस्कुराहट में कई तरबों की झनकार छुपी थी


गली कासिम से चली एक गज़ल की झनकार था वो
एक आवाज़ की बौछार था वो ...."

સ્મરણ-' ઊર્મિ '


સવાર- હેમેન શાહ


અંતર મમ વિકસિત કરો ...